Uncategorized

આ વિસ્તારમાં આવેલા વાવાઝોડાએ મચાવેલી તબાહીના દ્રશ્યો જોઈને ચોંકી જશો! લોકોની હાલત છે ખુબ જ દયનીય..

ગુજરાતમાં આવેલા તાઉતે વાવાઝોડાના ગયા બાદ તેનાથી અસરગ્રસ્ત વિસ્તારોને ઉભા કરવા માટે કેટલાય રૂપિયાની સહાયો અને પરિશ્રમ વેઠવો પડ્યો હતો. હજુ તો ઘણા લોકોને સહાય પણ મળી નથી તેમજ હજુપણ ઘણા લોકોના કાચા મકાન તૂટી પડ્યા છે અને તેઓ નિરાધાર બની ગયા છે.

ગુજરાતના ફેમસ યુટ્યુબર ખજુર ભાઈએ અમરેલીના ઘણા ગામોમાં લોકોના મકાનોને રીપેર કરાવીને આશીર્વાદ મેળવ્યા હતા. ખજુર ભાઈએ ઘણા લોકોને આર્થિક અને માનસિક મદદ કરી હતી. આ વાવાઝોડાના કહેરથી ઘણા લોકોએ પોતાના મકાન સહીતની ઘણી વસ્તુઓ ગુમાવી દીધી છે.

આવું જ એક વાવાઝોડું અમેરિકાના પૂર્વ દરિયા કિનારે આવી પહોચ્યું હતું. આ વાવાઝોડાને ઈડા નામ આપવામાં આવ્યું છે. આ વાવાઝોડું એટલું ઘટક હતું કે તેનાથી અસંખ્ય નુકસાન વેઠવું પડશે એવી પરિસ્થિતિ સર્જાય છે. વાવાઝોડાની અસરને કારણે ગુરુવારે ભારે વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો હતો અને ત્યાર બાદ આવેલા પૂરમાંથી પાણી ઘરોમાં અને કારમાં ઘૂસી જતાં 40 થી વધુ લોકો ડૂબી ગયા હતા.

વાવાઝોડા ઇડા સામે અમેરિકા સંપૂર્ણપણે લાચાર લાગે છે. ભારે વરસાદને કારણે પૂર્વીય યુ.એસ.માં તબાહી મચી ગઇ છે. ખાસ કરીને ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી સૌથી વધુ પ્રભાવિત થયા છે. અહીંના રસ્તાઓ તળાવ બની ગયા છે. સબવે પરનું દૃશ્ય જોઇને લાગે કે જાણે કે ધોધ વહેતો હોય.

ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે. ન્યૂઝ એજન્સી એએફપીના રિપોર્ટ અનુસાર, વાવાઝોડા બાદ ભારે વરસાદના કારણે ન્યૂયોર્કમાં પૂર જેવી સ્થિતિ છે. મેટ્રો લાઈનો પાણીમાં ડૂબી ગઈ છે અને રસ્તાઓ પર કાર ડૂબી રહી છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે.

આ વિસ્તારમાં ફ્લેશ ફ્લડ ચેતવણી જારી કરવામાં આવી હતી પરંતુ આટલી તીવ્રતાવાળા પૂરની અપેક્ષા નહોતી. બુધવારની રાત અને ગુરુવારની સવાર વચ્ચે, મેરીલેન્ડથી કનેક્ટિકટ સુધી આવેલા વાવાઝોડામાં 46 લોકોના મોત થયા છે.

ન્યૂ જર્સીના ગવર્નર ડેમોક્રેટિક પાર્ટીના ફિલ મર્ફીએ કહ્યું કે ઓછામાં ઓછા 23 લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું હતું કે ન્યૂયોર્ક શહેરમાં 13 લોકો માર્યા ગયા હતા, જેમાંથી 11 લોકો ભોંયતળિયાના એપાર્ટમેન્ટમાં પ્રવેશતા પાણીથી મૃત્યુ પામ્યા હતા. ઉપનગરીય વેસ્ટચેસ્ટર કાઉન્ટીમાં ત્રણ લોકોના મોત થયા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પેન્સિલવેનિયામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે, જેમાં એક વ્યક્તિનો સમાવેશ થાય છે, જે તોફાનથી તૂટી પડેલા ઝાડ સાથે અથડાઈને મૃત્યુ પામ્યો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિ તેની પત્નીને બચાવવામાં મદદ કરતી વખતે કાર સાથે અથડાઈ ગયો હતો.

ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. રસ્તાઓ તળાવ બની ગયા છે, અસરગ્રસ્તોની મદદ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નેશનલ વેધર સર્વિસે પ્રથમ વખત ન્યૂયોર્ક શહેરમાં પૂર માટે ઇમરજન્સી એલર્ટ જારી કર્યું છે. બીજી બાજુ, ન્યૂ જર્સીના ગવર્નર ફિલ મર્ફીએ ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરતા કહ્યું કે ઘણા વિસ્તારો સંપૂર્ણપણે અંધકારમાં ડૂબી ગયા છે. બુધવારે રાત્રે, વીજળી ડૂલ થયાની 81740 ફરિયાદો મળી હતી.

એક રિપોર્ટ અનુસાર, ન્યૂ જર્સીની ગ્લોસેસ્ટર કાઉન્ટીએ પણ વરસાદ અને પૂરના વિનાશ વચ્ચે વાવાઝોડાનો પણ સામનો કરવો પડ્યો છે. જેના કારણે આ વિસ્તારના સેંકડો મકાનોને નુકસાન થયું છે. પેસેકના મેયર હેક્ટર લોરાએ જણાવ્યું હતું કે પુરમાં એક કાર વહી જતાં એક વ્યક્તિનું મોત થયું હતું. તે જ સમયે, એપાર્ટમેન્ટના ભોંયરામાંથી નવ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પેન્સિલવેનિયામાં ત્રણ મૃત્યુ નોંધાયા છે, જ્યારે મેરીલેન્ડ અને કનેક્ટિકટમાં એક -એક મોત વરસાદના કારણે આવેલા પૂરથી નોંધાયું છે. બધે જ પાણી જ પાણી દેખાય છે. મેટ્રો સ્ટેશન પર ધોધ વહે છે.

કથળતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ન્યૂયોર્ક અને ન્યુ જર્સીમાં સામાન્ય લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. બંને પ્રાંતોમાં, ઇમરજન્સી વ્હીકલ સિવાય, અન્ય કોઈ વાહનને રસ્તા પર મંજૂરી નથી. ખરાબ હવામાનને કારણે ન્યુ જર્સીમાં ટ્રાન્ઝિટ રેલ સેવા આગામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવી છે. તે જ સમયે, નેવાર્ક લિબર્ટી એરપોર્ટ પર પાણી ભરાવાને કારણે તમામ પેસેન્જર ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવી છે. બીજી બાજુ, ન્યૂયોર્કમાં પણ વહીવટીતંત્રે સબવે સેવાઓ સ્થગિત કરી દીધી છે. સબવે પાણીમાં ગરકાવ થઇ ગયો છે, જેઓ અંદર ફસાયેલા છે તેમને બહાર કાઢવાનું કામ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *